અર્ધ અસત્ય. - 6

(210)
  • 10.4k
  • 15
  • 6.8k

આ પ્રકારનો આ પહેલો અકસ્માત નહોતો. શહેરમાં પહેલા પણ ઘણાં અકસ્માતો સર્જાયા હતા અને એ અકસ્માતો પોલીસ ચોપડે નોંધાયા પણ હતા. પરંતુ આ કિસ્સામાં નવીન હતું તો માત્ર એટલું જ કે આ વખતે એક પોલીસ ઓફિસરનું નામ આમાં સંડોવાયું હતું. ભાગ્યે જ ક્યારેક આવું બનતું હોય છે અને બંસરીને ક્યારની આ વાત જ ખટકતી હતી! આટલા વર્ષોમાં ક્યારેય નહી ને આજે પહેલીવાર કેમ આટલો બધો ઉહાપોહ મચ્યો છે? તેણે પોતાનું મગજ કસવાનું શરૂ કર્યું.