પ્રતિક્ષા - ૩૯

(127)
  • 6.4k
  • 10
  • 1.7k

“સ્વાતી મોમની રીંગ!!!” આંખ ખોલતા જ ઉર્વા બોલી પડી.“યસ...”“કહાન તને મતલબ ખબર છે ને આ વસ્તુનો? આર યુ ઇવન શ્યોર?” ઉર્વા અચંબામાં હતી.“હું શ્યોર છું...” કહાનના અવાજમાં એક અજબ રણકો હતો. “મને બહુ સારી રીતે યાદ છે કે મેં જ કીધું હતું કે હું આ વીંટી ક્યારેય કોઈના હાથમાં નહી પહેરાવું. ક્યારેય કોઈ કમીટમેન્ટમાં નહિ બંધાઉં, કોઈને પ્રપોઝ નહિ કરું. અને ગમે તે થાય મોમને માફ નહિ કરું. એ શરદ પુનમની રાત મને આખે આખી યાદ છે ઉર્વા. અને હું તારી સામે ઉભો છું. મારી મોમની રીંગ તારી આંગળીમાં પહેરાવીને ઉભો છું. બોલ હવે... શું જવાબ છે તારો?”ઉર્વા માટે અત્યારે