કૂખ - 2

(24)
  • 4.9k
  • 3
  • 2.1k

કોયલનો ટહુકો સાંભળી અંજુ ચોંકી ગઇ. અને વ્યાકુળ થઇ ચારેબાજુ જોવા લાગી. વૃક્ષની ડાળીએ બેસીને કોયલ ટહુકે..પણ આજુબાજુ ક્યાંય વૃક્ષ નથી. પોતે ખુલ્લા રોડ પર ચાલ્યાં જાય છે ને સાવ પાસે ટહુકો સંભળાયો...પણ અચરજ વધુ ટક્યું નહી. કોયલ પ્રકાશના મોબાઈલમાં ટહુકી રહી હતી. પ્રકાશે મોબાઈલમાં નજર નાખી પછી દયામણી નજરે અથવા અંજુને ન ગમે એવું કોઈ કાર્ય કરી રહ્યો હોય અંજુ સામે વકાસી રહ્યો.અંજુને જરાકેય નવાઇ ન લાગી.પોતે અમેરિકાથી આવી,સીધી જ પ્રકાશને મળી હતી ત્યારે પણ તેનું મોં આવું જ થઇ ગયું હતું.કારણોમાં પડી નહોતી.કદાચ આટલા વરસો પછી પ્રકાશ આવો થઇ ગયો હોય. તેનો સ્વભાવ બદલાઇ ગયો હોય. પણ હવે મસાણમાંથી મડદાં બહાર કાઢવાનો કોઈ અર્થ નહોતો.અત્યારેતો કામથી મતલબ હતો. કામ પછી પોતપોતાના રસ્તેથી હતા ત્યાં ચાલ્યા જવાનું હતું.