પ્રેમનું અગનફૂલ - 1 - 2

(57)
  • 4.8k
  • 6
  • 2.7k

બીજા દિવસની સવાર પડતાં જ પ્રેમ, સદ્દભાવના સાથે સંપથી રહેતા, ગુજરાતમાં ચારે તરફ નફરતની આંધી ફૂંકાઇ અને વેરની અગ્નિજ્વાળાથી ગુજરાત ભડકે બળવા લાગ્યું. આખા ગુજરાતને રાત્રે બનેલા બનાવ પછી હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર તરફથી તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના સાથે બીજાં રાજ્યોમાંથી સીમા સુરક્ષાદળના જવાનોને ગુજરાત તરફ રવાના થવાનો આદેશ આપી દેવામા આવ્યો.