કબીરની મીરાં

(18)
  • 3.3k
  • 1
  • 630

વિધ-વિધ રંગો, સુગંધો વાળા આકર્ષીત ફૂલોથી લહેરાતા બગીચાની માફક લગભગ સિત્તેર જેટલાં વિધાર્થીઓનો કૉલેજના પ્રથમ વર્ષનો એ વર્ગખંડ ખુબ જ શાંત હતો. ક્યાંક ક્યાંક ફૂલો પર ભમતા ભમરાઓના ગુંજન સમો છોકરીઓનો ધીમો મીઠો અવાજ તો, પાંચ-સાત વર્ષથી એક જ છત પર લટકતા, પોતાના પાંખડાઓ પર કૉલેજનું નામ અંકિત થયેલું છે એવા એક સામટા છ પંખાઓના ફરવાના અવાજ સિવાય વર્ગખંડમાં કોઇ અવાજ કે ઘોંઘાટ ન હતો. શાંત પાણીમાં ફેંકાયેલા પથ્થરના કારણે ઉત્પન થતાં વિક્ષોભ સમા સ્વચ્છ ગડીયુક્ત કપડાં પહેરેલ, પીસતાલીસ વટાવી ચૂકેલાં, દેખાવે થોડા કઠોર શિક્ષક વર્ગખંડમાં દાખલ થતાં ની સાથે જ બધા જ વિધાર્થીઓ પોતપોતાના