વન્સ અપોન અ ટાઈમ - 97

(100)
  • 6.5k
  • 7
  • 4.1k

પ્રકરણ 97 પોલીસે દગડીના ઘરમાં એક છૂપા રૂમનો દરવાજો તોડ્યો એ સાથે રૂમમાંથી ગોળીઓ છૂટી અને એમાંની એક ગોળી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મિલન કોયલના ડાબા હાથમાં વાગી અને બીજી ગોળી એક હેડ કોન્સ્ટેબલના ખભામાં ઘૂસી ગઈ! બીજી જ સેકન્ડે મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પ્રફુલ ભોંસલે અને અન્ય પોલીસ ઑફિસર્સે પોઝિશન લઈને એ છુપા રૂમની અંદર ગોળીબાર શરૂ કર્યો. ગણતરીના સેકન્ડોમાં પોલીસ ગવળી ગેંગના ત્રણ ખૂંખાર ગુંડાઓની લાશ ઢાળી દીધી. એ ગુંડાઓ ગવળી ગેંગના શાર્પ શૂટર હતા વિજય ગણપત શિરોડકર ઉર્ફે સાડેતીન ફૂટ, વિજય ઉર્ફે મૂછવા અને પંકજ પાડે નામના એ શૂટર્સ સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ડઝનબંધ