સાંજ નો સમય હતો. સુનિલ મેપા ભગત ના ઘેર જઈ ત્યાં, બહાર પડેલા ખાટલા પર બેઠો. મેપા ભગત બહાર આવ્યા. સુનિલ ને જોઈ તેઓ તેની પાસે બેઠા. "આવી ગયો?" મેપા ભગત એ કહ્યું. "હા, ભગત કાકા. હવે, વાત તો કહો!" સુનિલ એ કહ્યું. "હા, દીકરા! એટલે જ તો બોલાવેલો તને. તોહ, ભીમજી ખેતરે થી પાછો વળી રહ્યો હતો. હવે, એ કાચા રસ્તા પર થી મેન રસ્તે ચઢ્યો. મેન રસ્તો જંગલમાં થી પસાર થાય છે. ભીમજી ગામ તરફ આવી રહ્યો હતો. તેણે લખા ના ટી હાઉસ તરફ જોયું. ટી હાઉસ ખુલી હતી. ત્યાં કોઈ વ્યક્તિ ચા બનાવી રહી હતી. ભીમજી ને