કઠપૂતલી - 20

(102)
  • 5.1k
  • 10
  • 2.6k

સવારના 5 નો સમય હતો. હંસા માસીને જરૂરી સૂચનાઓ આપી પોતની સ્કૂટી પર એ નીકળી. શહેરમાં આછી ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. તહેવાર હોઈ લોકો વહેલાં ઉઠી દિનચર્યામાં જોતરાઈ ગયેલાં. સ્વાભાવિક હતુ શહેરમાં આ સમયે કોઈને બહાર નિકળવુ અજૂગતુ ન લાગે. મીરાંએ ઠંડીનો ચમકારો અનુભવ્યો. હમણાં હવામાન પલટાતુ રહેતુ હતું. દિવસે ગરમીનો ઉકળાટ અને છેલ્લા પ્રહરમાં ઠંડીનુ મોઝું..! મીરાંના બદનમાં ધીમી કંપારી વ્યાપી વળેલી. એ કંપારી ઠંડીની નહોતી. એના મનમાં ઉઠેલા ધમસાણની હતી. શરુઆતથી જ ધરનુ સ્વતંત્ર વાતવરણ અને મમ્મી પપ્પા વચ્ચેના મતભેદોને લીધે એને જોઈતો પ્રેમ અને હૂંફ મળેલાં નહી. કોલેજમાં કેટલીક વલ્ગર ફ્રેન્ડ્સના એ સંપર્કમાં આવી. આધૂનિકતાની