25.(ડો.અભય અને હનીફ ટાઇગર હિલેથી પરત ફરે છે, આ ટાઇગર હિલ પર ડૉ. અભયને કંઈક અજુગતું મહેસુસ થયું જે અખિલેશનાં કેસ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતું હોય તેવું લાગ્યું, અને ડૉ. અભયની બેગમાં રહેલ યુનિવર્સલ એનર્જી ડિટેક્ટર દ્વારા પણ તેની સાબિતી થઈ ગઈ, ત્યારબાદ ડૉ. અભયની હનીફનાં કાકા સલીમભાઈ કે જે અન્ય પ્રવાસીઓને ટાઇગર હિલે ડ્રોપ કરવાં માટે આવેલ હતાં, તેની સાથે મુલાકાત થાય છે, અને બનેવ વચ્ચે પોણી કલાક જેટલું ડીપ ડિસ્કશન થાય છે, ત્યારબાદ ડૉ. અભયનો આત્મવિશ્વાસ સાતમાં આસમાને પહોંચી જાય છે, અને જાણે મોટાં એવાં યુધ્ધમાં પોતાનો વિજય થયો હોય તેવું ડૉ. અભય અનુભવી રહ્યાં હતાં, ત્યારબાદ