એબસન્ટ માઈન્ડ - 6

  • 4.1k
  • 1.5k

વિક્રાંત બસ સ્ટોપ પાછળ મુક્યું જે ચાર દિવસ ત્યાં જ રહેવાનું હતું. રીસોર્ટ ત્યાંથી એકાદ કિમી નીચે જંગલમાં હતું. સવારે પેકિંગ કર્યું. ભુખ જોરદાર હતી. પણ બ્રેકફાસ્ટ તૈયાર ન હતો. રાહ જોઈ. ફિલીપ સાથે વાતો કરી. આ ફિલીપ આર્જેન્ટીનાનો હતો જે કાઉન્ટર સંભાળતો હતો. ક્યુરીયસ હતો. ક્યાંક સાંભળ્યું હતું કે વિદેશીઓ ફરવાનો ખર્ચો કાઢવા માટે નોકરી કરતાં હોય છે. ક્યાંથી કઈ રીતે શોધે છે એ જાણવું હતું. કંઈ ખાસ આઉટપુટ ન આવ્યું. બ્રેક ફાસ્ટ આવ્યું. દૂધ, કોર્ન ફલેક્ષ, ચા, કુકી બધુ લીધું. લાંબુ ખેંચવાનું છે વિચાર આવતા ફરી ચા નો કપ ભરી કુકી ખાધા બાદ કેળુ.