“તું મોહનાની પાસે જ કેમ આવી? તને કોણે મોકલી?” પ્રોફેસર પૂછી રહ્યાં હતા.“કાપાલી..!” આટલું બોલાતા જ મોહના બેભાન થઈને જમીન પર ઢળી પડી. એના શરીરમાંથી એક સ્ત્રીનો હવા જેવો પડછાયો ઉડીને બહાર નીકળતો દેખાયો અને બધાંની નજર આગળ એ ઉડીને આકાશમાં જતો રહ્યો. આમ તો એ પ્રકાશનો તેજ લીસોટો જ હતો પણ પ્રોફેસરને એમાં સ્ત્રીનું શરીર સાફ દેખાતું હતું. આકાશમાં જઈને એ પડછાયો અટક્યો હતો અને એણે ફક્ત પ્રોફેસર સાંભળે એમ કહ્યું,“મને મુક્તિ મળી ગઈ. આપનો આભાર. કદાચ આપને આ સંદેશો આપવાં માટે જ હું અત્યાર સુંધી ભટકી રહી હતી. મને અહીં એક પીશાચે મોકલી હતી. કાપાલીને એની શક્તિ આપનાર પીશાચીની