બધા શાંતિ થી ચાલતા હતા. પણ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ની અવગણના કરી ચાલી રહ્યા હતા.ભોફીન આ ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ને જાણે છે? યારા એ પૂછ્યું.ભોફીને યારા સામે જોતા કહ્યું, હા જાણે છે. સારી રીતે જાણે છે.એટલે મને લાગતું હતું કે કઈક ગડબડ છે, યારા બોલી.ગડબડ? કેવી ગડબડ યારા? અકીલે પૂછ્યું.અકીલ તું યાદ કર જ્યારે ઉકારીઓ અને ગ્લોવર એકબીજા સાથે લડતા હતા ત્યારે એ બન્ને માત્ર વાદવિવાદ જ કરી રહ્યા હતા. બન્ને માં થી કોઈ એ પણ એકબીજા ને નુકસાન નહોતું પહોચાડ્યું. હાલાકી બન્ને એકબીજા પર ગુસ્સો કરી રહ્યા હતા પણ છતાં એકબીજા ને બચાવી રહ્યા હતા. બન્ને માં