કર્મ.આજે ચર્ચામાં એક વિષય મળ્યો , કર્મ. કર્મ વિશે લોકોમાં ઘણી કુતુહલતા છે. લોકોને કર્મ વિશે વાતો કરતાં ઘણીવાર સાંભળ્યા હશે. શું છે આ કર્મ? કર્મને ગીતામાં શ્રી કૃષ્ણએ ખૂબ વગોળ્યું છે. કર્મના સિદ્ધાંતની બારીક થી બારીક છણાવટ ગીતામાં કરાયેલ છે. કર્મની ગતિ અપરંપાર છે. સિદ્ધાંત અગમ્ય છે. છતાં હરિભક્તોના કલ્યાણ માટે કૃષ્ણએ ગીતામાં કર્મના સિદ્ધાંતને સમજાવ્યો છે.કર્મ વિશે કહેવાયું છે કે કર્મનું ફળ મનુષ્યને મળે જ છે. ગીતા પોતાના ભક્તોને ઉદેશે છે કે, " કર્મ કરવું એ તારો અધિકાર છે પરંતુ એ કર્મના ઈચ્છિત ફળની વિશે વિચારવું એ તારા અધિકાર ક્ષેત્રમાં નથી." જેવા કર્મો કરશો એવા ફળ મળશે. ગીતામાં