જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 6

(26)
  • 3.6k
  • 4
  • 1.6k

હાય..' અત્યંત સંતુલિત સ્વરે લાવણ્યા બોલી. સામા છેડે શલ્યને સમજ ન પડી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી.અંતે બોલવાનું તો એણે જ હતું. કેમ કે કૉલ એણે જોડયો. હતો. 'મારે તારી સાથે થોડી પર્સનલ વાત કરવાની છે. તારી સાથે અત્યારે કોઈ છે ?' શલ્યે પુછ્યું. લાવણ્યાની નજર સુધન સાથે એક થઈ ન થઈ અને બોલી, ' મારી સાથે સુધન છે. તું કહે તો હું બીજા રૂમમાં જઈને વાત કરું.'