મન મોહના - ૩૦

(169)
  • 3.5k
  • 7
  • 1.6k

પ્રોફેસર નાગે ઢીંગલી પર મંત્રિત જળ છાંટ્યું અને ત્યાં મન સાથે ઊભેલી મોહનાને જાણે એના ચહેરા પર કોઈએ એસિડ છાંટી દીધું હોય એવી પીડા થઈ આવેલી અને એ બૂમ પાડી બંને હાથે મોઢું છુપાવી રહી હતી...“મોહના શું થયું?” મને ચિંતિત થઈને મોહનાના હાથ એના ચહેરા પરથી હટાવતા પુછ્યું.મોહનામાં અચાનક જાણે કોઈ રાક્ષસી તાકાત આવી ગઈ હોય એમ મનને એક જ હાથે એના શર્ટના કોલરેથી પકડીને ઉંચો કર્યો અને ગોળ ફૂન્દેરડી ફરી એને ઝાડીમાં નીચે ફેંકી દીધો. કાંટાળી ઝાડી ઉપર મન જોશથી ફેંકાયો હતો, એનો શર્ટ એ કાંટાળી ઝાડીમાં ફસાયો હતો એના શરીરે પણ ઘણાં કાંટા વાગેલા, એ તરફ જરાય ધ્યાન