યારા અ ગર્લ - 10

(30)
  • 4.3k
  • 2
  • 1.8k

પણ એ કોઈ સામાન્ય વાનરો નહોતા. એમના શરીર પર લાંબા લાંબા રતાશ પડતા વાળ હતા. એમનો ચહેરો દેખાવે વાનર જેવો હતો પણ એ એકદમ કેસરી કલરનો હતો. એમની આંખો ઝીણી હતી, મોંનો ભાગ કાળો હતો, નાના કાન હતા. શરીરે તેઓ સામાન્ય વાનરો કરતા થોડા મોટા હતા અને તેઓ બે પગે ને ચાર પગે ચાલતા હતા. પેટ થી નીચે અને કમ્મર થી ઉપરના ભાગ પર લાલ કલર નું કપડું બાંધેલું હતું જેને પટ્ટા ની જેમ બાંધવામાં આવ્યું હતું. આ જંગલમાં તેઓ એક સાથે ઝુંડ માં રહેતા હતા. ને એમના મુખીયાનું નામ " ઉકારીઓ " હતું. તેઓ આ જંગલના એક મહત્વના અને