અમંગળા - ભાગ ૬

(30)
  • 3.5k
  • 3
  • 5.7k

રિક્ષામાંથી નિમીભાભી ઉતર્યા અને મંગળાને પૂછ્યું શું થયું પણ મંગળા પાસે હીબકા સિવાય કોઈ જવાબ નહોતો તેથી તેમણે મંગળાને બાથમાં લઇ સાંત્વના આપી અને કહ્યું રિક્ષામાં બેસ આપણે પછી વાત કરીશું . ચાલીમાં પહોંચ્યા પછી તેને રિક્ષમાંથી ઉતારીને પોતાના ઘરે લઇ ગયા અને પાણી પાયું અને પૂછ્યું કે શું થયું તો મંગળા ઢળી પડી. તેમણે મંગળાના કપાળે હાથ અડાડ્યો તો તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું એટલે તેમણે મીઠાના પાણીના પોતા મુકવાનું શરુ કર્યું અને ડૉક્ટરને બોલાવ્યા . ડૉક્ટરે તપાસીને કહ્યું કે સાધારણ તાવ છે ઇન્જેક્શન અપ્પુ છું એટલે કલાક બે કલાક માં તાવ ઉતરી જશે . છતાં તાવ