એ સાંકડી, અજગરની જમે વાંકી-ચૂકી ચાલી જતી પગદંડી પર તેઓ ચાલ્યા જતા હતાં.પગદંડી ક્યારેય પથ્થરો વચ્ચે તો ક્યારેક ઊંચી-સીઘી, સપાટ દીવાલોની વચ્ચે તો ક્યારેક એકદમ ટેકરીઓની ટોચ પર થઇને ચાલી જતી હતી. ટોચની બંને તરફ ભયાનક ઊંડાણવાળી ખીણો હતી. ચાલતા-ચાલતાં તેઓ થાકથી અધમૂવા થઇ ગયા હતા. તેઓનો ગોરો ચટ્ટો રંગ શ્યામવર્ણો થઇ ગયો હતો. હોઠ પર સુકાઇને પોપડી જામી ગઇ હતી. પર્વતની ટોચો પર નીકળતી અગ્નિના તાપથી ચામડી તરડાઇ જતી હતી. તેઓ રાત આખી જાગતા બેસી રહ્યા હતા.