જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 5

(27)
  • 2.8k
  • 3
  • 1.7k

સુધન !!! આખરે એ હતો કોણ ? લગભગ આઠ મહિના પહેલાં એ લાવણ્યાનાં જીવનમાં અજાણતાં પ્રવેશ્યો હતો. 'અનસૂયા, બિલકુલ ચિંતા કર્યા વગર તું તારી સખી સુધાને અહીં બોલાવી લે...'લાવણ્યાનાં પપ્પા સુરજે પત્નીને કહેલું. મૂળ નવસારીનાં - એવી સુધા અને અનસૂયા બન્નેય વર્ષો જુની સખીઓ હતી. અનસૂયા પરણીને મુંબઇ આવી હતી, જ્યારે સુધા નવસારીમાં પરણી હતી. લગ્નનાં ફકત ત્રણ વરસમાં સુધા વિધવા થઈ હતી. એથી અનસૂયાને એની આ કમનસીબ સખી માટે ખૂબ લાગણી હતી. એને એ ક્યારેય કોઈ પણ પ્રકારે મદદ કરવામાં પાછળ ન પડતી. સૂરજ હંમેશ એમાં પત્નીને સાથ આપતો.