ખોફનાક ગેમ - 10 - 2

(80)
  • 4.1k
  • 8
  • 1.6k

સ્નેકબોનની ચીસોના અવાજથી હોલ ગુંજી ઊઠ્યો. મુરારીબાબુ ક્રોધથી પાગલ થઇને સ્નેકબોનને હન્ટરથી મારતા જ રહ્યા. સ્નેકબોનના કપડાં ચિરાઇ ગયાં અને કપાયેલી ચામડીમાંથી લોહીની ટસરો ફૂટી થોડીવારમાં જ તે લોહી-લુહાણ થઇ ગયો. “મુરારીબાબુ તેને છોડી દ્યો, પ્લીઝ...આપણી પાસે સમય ઓછો છે. જલદી આપણે અહીંથી નીકળી જવાનું છે...” પ્રલય ચિલ્લાયો અને મુરારીબાબુના હાથ અટકી ગયા.