? આરતીસોની ? પ્રકરણ : 9 અજાણ્યા શહેરમાં નથી કોઈ ઓળખીતા-પારખીતા કે નથી કોઈ સગાં-સંબંધીઓ.. એકલપંડે આખું આકાશ આંબવાના દ્રઢ નિશ્ચય સાથે ડિગ્રી મેળવવાનાં સપનાં આંજી ભીની આંખે ગામડેથી વિદાય લઈને વિરાજ અમદાવાદ જવા નીકળી પડ્યો હતો.. હવે આગળ.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજ એક નવી જ દુનિયા તરફ પગરણ ભણી રહ્યો હતો. પરોઢે જતાં જતાં બસમાંથી ગામડાંના સ્મરણો વાગોળીને પોતાની જન્મ ભૂમિને પી રહ્યો હતો. કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાના ઝાલર વાગી રહ્યાં હતાં. દૂર દૂર સુધી એ તાગતો રહ્યો. જૂનાં મિત્રોનો સાથ અને બાળપણની યાદોનાં વમળોમાં ખોવાતો જતો હતો અને સહુનો સાથ છૂટતો જતો હતો. અચાનક