સફળતા અને નિષ્ફળતા

(11)
  • 6.1k
  • 2.1k

જીવન એ અનિશ્ચિતતા ઓ થી ભરેલું છે. એક પળ પછી શું થવાનું એ પણ કોઈને ખબર નથી હોતી. ભવિષ્ય કોઈપણ વ્યકિત એ જોયું નથી. ના જાણું જાનકી નાથે કાલે સવારે શું થવાનું! આ અનિશ્ચિતતા ની વચ્ચે આપણે આપણી જરુરીયાત પુરી કરવાં માટે મથામણ કરવાની છે. અને આ મથામણ નું ફળ એટલે સફળતા અને નિષ્ફળતા. સફળતા એટલે જે કાર્ય કરવામાં આવે તે ધારેલી રીતે પાર પાડવું. અને નિષ્ફળતા એટલે કાર્ય કોઈક કારણોસર હેતુ મુજબ થવું નહીં. અહીં સફળતા અને નિષ્ફળતા બંન્ને માટે આપણે જ જવાબદાર છીએ. કેમકે આપણાં જ હેતુઓ છે અને એમને પાર પાડવા માટે પ્રયત્ન પણ આપણે જ કરીએ છીએ.