દેશ-પ્રેમ (મારી પ્રેરણા)

  • 3.1k
  • 902

“ સવારના નવ વાગ્યાની ટ્રેન છે,જલ્દી સૂઈ જજે અને હાં બહુ મોબાઇલ ના વાપરતો” આટલું કહી અને પ્રેમની મમ્મીએ ફોન મૂક્યો ઉનાળાની ભરપૂર ગરમીમાં પ્રેમ પોતાની કોલેજ ટ્રીપ માથી જમ્મુ-કાશ્મીર,દિલ્લી અને લદાખ ફરવા ગયો હતો.પ્રેમ મુંબઈની પ્રખ્યાત કોલેજ એવી એમ.કે.ગાંધી કોલેજમાં કોમેર્સનો વિદ્યાર્થી હતો.આમ તો પ્રેમ દેખાવડો,શરીરે પણ બરાબર અને સંસ્કારી ઘરનો છોકરો હતો.એમ.કે.ગાંધી કોલેજ દર વર્ષે પોતાના વિદ્યાર્થીને ભારતના અલગ-અલગ શહેરો અને રાજ્યો માં ફરવા લઈ જતું.આ વખત નો પ્રવાસ પ્રેમ માટે ખાસ હતો.કારણકે આ વર્ષ તેનું છેલ્લું વર્ષ હતું એમ.કે.ગાંધી કોલેજમાં,જેથી તે કોલેજ ની બધી પ્રવૃતિઓ,પ્રવાસ બધામાં ભાગ લેવા ઈચ્છતો હતો.તેને પોતાના કોલેજનું આ છેલ્લું વર્ષ યાદગાર