ખોફનાક ગેમ - 10 - 1

(87)
  • 4.1k
  • 6
  • 1.6k

નોકરની વાત સાંભળીને મુરારીબાબુ સન્નાટામાં આવી ગયાં. પ્રલય, કદમ, વિનય પણ ચોંકી ઊઠ્યા. “શું થવા બેઠું છે, જ સમજાતું નથી. “બબડાટ કરતા મુરારીબાબુ પ્રયોગશાળાની બિલ્ડિંગમાંતી ગુફાવાળા રસ્તે ઝડપથી બહાર આવ્યા. તેમની પાછળ લગભગ દોડતા-દોડતા પ્રલય સાથે સૌ બહાર આવ્યા. ગુફાના મુખની સામે તરફ ફેલાયેલી ટેકરીઓ પર આવેલાં વૃક્ષો માટેના એક ઝાડ પર તે સિપાઇઓની લાશો ઊંઘા મોંએ લટકી રહી હતી. નોકરની મદદથી કદમે લાશોને નીચે ઉતરાવી. લાશોને ગુફાના મુખ પાસે આવેલી સપાટ ધરતી પર સુવડાવી, ત્યારબાદ લાશ પાસે ઘૂંટણિયા બેસી કદમ તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. પ્રલય અને વિનય પણ તેની પાસે ઊભા હતા.