છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ! શલ્ય આજે ટેકસાસ જઇ રહ્યો હતો. બધા એને એરપોર્ટ પર મૂકવા આવ્યાં હતા. લાવણ્યા પણ ! હજી પંદર દીવસ પહેલાં તો શલ્યનાં હાલ બારે વહાણ ડૂબી ગયા હોય એવાં હતા. વર્ષોથી એની જોહુકમીને વશ થઈ, તેની જ ઇચ્છા પ્રમાણે વર્તતી લાવણ્યાએ એનાં લગ્નનાં પ્રસ્તાવને ધરાર નકાર્યો હતો. બંને કુટુંબની સહમતી હોવા છતાં લાવણ્યા આ લગ્ન માટે રાજી નહોતી.