ક્રમશ: સુઝેન : યા....વાવ...! સુઝેન એક એન્ગ્લો - ઇન્ડિયન છોકરી હતી. તેના પિતા ઇન્ડિયન હતા. અને માતા બ્રિટીશ હતી. તે નાનપણથી જ પોતાના માતા-પિતા થી અલગ રહેતી હતી. આમપણ તેના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા. તેની માતાનું મૃત્યુ થયું હતું. અને તેના પિતાને મળ્યાને તેને એક અરસો થઈ ગયો હતો. પોતે થોડાઘણા ઉલ્ટા-સીધા કામ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી તેમજ મોકો મળે ત્યારે દુનિયા ફરવા નીકળી પડતી...! તે ટ્રેકિંગના ઈરાદાથી આવી હોય તેમ લાગતું હતું. તે હિન્દી સમજી અને બોલી પણ સકતી હતી. આમપણ ગ્રુપમાં માત્ર ૪-૫ છોકરીઓ જ હતી. અને સુઝેન ને છોડી બાકીની વિદેશીઓ હતી. બિસ્વાસને છેડતો