મન મોહના - ૨૮

(164)
  • 4.7k
  • 3
  • 1.9k

મને ખબર છે મન તું મને સાચા દિલથી ચાહે છે પણ હું મારા ખાતર તારો જીવ જોખમમાં નહિ મૂકી શકું. અમરને ગુમાવી ચુકી છું હવે ફરીથી લગ્ન નહિ કરું. તને કોઈ એવી વ્યક્તિ મળે જે મને આમાંથી બચાવી શકે તો મારી મદદ કરજે નહીતર મને મારા હાલ પર છોડીને હંમેશા માટે ચાલ્યો જજે...!આટલેથી મોહનાનો લખેલું સમાપ્ત થતું હતું. મન મોહનાનું લખાણ વાંચીને અત્યંત ભાવુક થઇ ગયો. એ બિચારી કેટલા વખતથી એ શેતાની ઢીંગલીનો અત્યાચાર સહન કરી રહી હતી. એ ઢીંગલી મોહનાને માર મારે, એના વાળ ખેંચે એ વાંચીને મનના હાથની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. એકવાર આ બધું કોણ કરાવી રહ્યું છે