અમંગળા - ભાગ ૩

(27)
  • 4.1k
  • 2
  • 6.6k

બે ત્રણ મહિના પછી ચાલી છોડીને મંગળા અને સુયશ બંગલે રહેવા ગયા . ત્યાં સુધીમાં સુયશ પણ નોકરી છોડીને એક કંપની માં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો . સુયશ હવે હાઈ સોસાયટીમાં સામેલ થઇ ગયો હતો અને તે તેનો આનંદ માણી રહ્યો હતો. તે મંગળાને સારી રીતે રાખતો હતો પણ પણ ધીમે ધીમે મંગળા કુંઠિત થઇ રહી હતી તેમાં કારણભુત સુયશનું ઉપરછલ્લું વર્તન ઉપરાંત મંગળનો અપરાધબોધ. તે બંગલામાં રહેવા ગઈ હતી છતાં કોઈ પણ જાતનો શૃંગાર કરતી નહિ . જેમ કાચબો પોતાના અંગો સમેટી લે તેમ તેણે પોતાને એક કોચલામાં પુરી દીધી હતી .જયારે સુયશ કંપની ની મિટિંગો હાઈ સોસાયટી