માથાભારે નાથો - 21

(64)
  • 5.7k
  • 5
  • 1.9k

કોલેજના ડિન રસિકલાલ દવેને મળીને આવ્યા પછી ચંપક કાંટા વાળો વધુ વ્યથિત રહેવા લાગ્યો હતો. એના ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે એનું રહેઠાણ હતું. દરરોજ એ નવરો પડીને એ મુલાકાત યાદ કરતો કરતો કલ્પનાઓમાં સરી પડતો. "એક બપોરે ફરી વખત તારિણીદેસાઈનો ફોન આવે છે..કેમ છો અને કેવી તબિયત છે ? કેમ પછી મળવા ની આયવા...? એવા સવાલો પૂછીને એને બેબાકળો કરી મૂકે છે...મેં આવેલો...ખાસમખાસ તમને જ મલવા આયો ઉટો..પન પેલો કોન ટાં બેહે છે..એને ની મલવા ડીઢો.." વગેરે વાર્તાલાપ કરતો કરતો એ નસકોરાં બોલાવવા લાગે છે..અને ઊંઘમાં એને તારીણી બોલાવી રહી છે.."આવો ની ફડી ક્યાડેક...પ્લીઝ..!" તારીણી દેસાઈને તે દિવસે સ્ટાફ