જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 3

(24)
  • 2.9k
  • 5
  • 1.9k

કેમેરાનો ફ્લેશ ઝબક્યો. એ સાથે ઝબકારાથી ચમકી ઊઠેલી લાવણ્યાની કાળી, લાંબી, ઘેરી પલકો ઊંચકાઈ ન ઊંચકાઈ અને પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં એની નજર સમક્ષ ઘડીભરમાં તડાફડી થઈ ગઇ. લાવણ્યાનાં ખૂબસૂરત ચહેરા અને મોહક દેહાકૃતિને ઝડપનાર એ કેમેરા રોનકનાં હાથમાંથી ખેંચાઈ ગયેલો. રોનક હતપ્રભ હતો. અત્યાધુનિક કેમેરાનો જો એ ગુસ્સા સાથે કરાયેલો 'થ્રો' સમયસર લાવણ્યાએ ઝીલી ન લીધો હોત તો અત્યારે લાખ્ખોની કિંમતનાં એ કેમેરાના ટુકડે ટુકડા થઈ ગયા હોત.