વન્સ અપોન અ ટાઈમ - 88

(99)
  • 6.7k
  • 9
  • 4.5k

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી. એણે અમારી સામે જ મોબાઈલ ફોન પર વાત કરી તેના ચહેરા પર આશ્વર્યનો ભાવ તરી આવ્યો. એણે અમારી સામે જોયું. ‘તમારા માટે એક ન્યૂઝ છે.’ એણે કહ્યું અમને આશ્વર્ય થયું. એ આશ્વર્યના આંચકામાંથી અમે બહાર આવીને એ પહેલાં એણે કહ્યું, ‘થોડીવાર પહેલાં બેંગકોંકમાં છોટા રાજન અને રોહિત વર્મા પર દાઉદ ગેંગના શૂટરો ગોળીબાર કર્યો છે...’ પપ્પુ ટકલા ધડાધડ એ ઘટનાની માહિતી આપવા માંડ્યો. એ બોલી રહ્યો એટલે અમે એને કહ્યું, ‘સોરી, પણ અમારે જવું પડશે.’