અમંગળા - ભાગ 2

(17)
  • 4.6k
  • 6.9k

સુયશ એક ચાલીમાં બે રૂમ વાળા ઘરમાં રહેતો હતો . લગ્ન થયા પહેલાજ તેણે સસરાના પૈસાથી પૉશ એરિયા માં બંગલો બુક કરાવ્યો હતો પણ તેનું પઝેશન મળવામાં બે ત્રણ મહિનાની વાર હતી તેથી નછૂટકે સુયશ લગ્ન પછી મંગળાને લઈને ચાલીમાં આવ્યો . સુયશના માં બાપે બનાવેલા સંબંધો અને ચાલીના ક્લચર મુજબ પાડોશીઓ સુયશનું ખુબ ધ્યાન રાખતા. સાદાઈથી કરેલા લગ્નમાં પણ આખી ચાલ ઉમટી પડી હતી જે સુયશને તો વધારે નહોતું ગમ્યું પણ મંગળાને ગમ્યું હતું , કારણ પહેલીવાર કોઈની આંખોમાં પોતાના પ્રત્યે અણગમા ને બદલે અહોભાવ દેખાયો હતો . સુયશ નાનપણથી ચાલીમાં ઉછર્યો હતો પણ તેને ચાલીમાં રહેવું ગમતું નહિ