પ્રેમ અંગાર - પ્રકરણ : 32

(43.8k)
  • 6.4k
  • 2.6k

પ્રકરણ : 32 પ્રેમ અંગાર વિશ્વાસને ડોરબેલ સંભળાયો ઉઠીને એણે દરવાજો ખોલ્યો સામે જાબાલી, ઇશ્વા અને અંગિરા ઉભેલા જોયા. જાબાલીને વળગી જ પડ્યો અને ઇશ્વાને આવકાર આપ્યો. અંગિરાને જોઈ ખચકાયો પણ સ્વસ્થ થઈ અંદર આવકાર્યા. જાબાલી કહે ડ્રાઇવર એક માણસને લઇને બધો જ સામાન હમણાં ઉપર લઇ આવે છે. ઇશ્વાએ ફ્લેટમાં પ્રવેશતાં જ કહ્યું “અરે વાહ સુંદર ફ્લેટ છે. અહીંની આબોહવા કેવી સરસ છે. આખું ઘર પ્રકાશમય છે. હવા ઉજાસ અને મીઠો પવન આવી રહ્યો છે. ચારે બાજુ લીલોતરી, વિશ્વાસભાઈ સાચે જ ખૂબ સુંદર ઘર છે. ફઇબા અને આસ્થાને ખૂબ જ ગમશે ભર્યું ભર્યું થઈ