અભિનંદન: એક પ્રેમકહાની-30 અભિનંદન અને મિતાલી આર્મી કેમ્પસના ગાર્ડનમાં એકબીજાનો હાથ પકડીને બેઠા છે.અભિનંદન મિતાલીના ગાલ ઉપર હાથ રાખતા "આઈ એમ સોરી" હું તારી સાથે ઘણા સમયથી આ બોલિવૂડનો કહેવાતો ક્વોલિટી ટાઈમ કે આધુનિક લોકોનો કહેવાતો સમય નથી આપી શક્યો. ઘણી બધી મુશ્કેલી માં ઘણી બધી સમસ્યામાં મારા પરિવારને અને તને એક સાથે રાખવાની કોશિશ કરું છું પણ એવું મારાથી નથી થતું. ન જાણે પરિવારને રાખું છું તો હોસ્પિટલમાંથી કશુંક છૂટે છે અને હોસ્પિટલને જોડે રાખું તો પરિવારમાંથી કશુક છૂટે છે. અને પરિવારને ધ્યાન આપૂ તો તને સાથ આપી શકતો નથી. મને યાદ પણ નથી કે તને છેલ્લે ક્યારે આઇ