આજા મેરી ગાડી મેં બૈઠ જા(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-9) કયારે કેવા સંજોગો ઊભા થતાં હોય તેનું કંઈ નક્કી નથી હોતું. કયારેક અકસ્માતે એવા કોઈનો ભેટો થઈ જાય, જે આપણે વિચાર્યું પણ ન હોય. આવો બનાવ દરેકના જીવનમાં બનતો જ હોય છે. કોઈના માટે આનંદનો બનાવ બને, તો કોઈના માટે કષ્ટદાયક પણ નીવડે. મારા માટે તો મને આશ્ચર્યમાં મૂકી દેનારો બનાવ બન્યો. એક દિવસ બહારગામથી બસમાં આવ્યો. રસ્તાની બાજુમાં ઊભા રહીને રીક્ષાની વાટ જોતો હતો. જે રીક્ષા આવતી હતી તેમાં જગ્યા નહોતી. એટલે થોડીવાર ત્યાં વધુ વાટ જોવી પડી. થોડીવાર થઈ ત્યાં એક મોંઘીદાટ