શું ભારતના ઝંડા ને જોઈને સલામી કરવાનું મન થાય એને રાષ્ટ્ર ભાવના કહેવાય? શું એક શહીદ થયેલા સૈનિક માટે મનોમન આંસુ સારવા એને રાષ્ટ્ર ભાવના કહેવાય? હા આને પણ રાષ્ટ્ર ભાવના કહી શકાય, પણ બીજા એવા ઘણા બધા રસ્તા છે જેનાથી આપણે આપણા મન માં સળવળતી રાષ્ટ્રભાવના ને સંતુષ્ટ કરી શકીએ. આપણને આપણી આજુબાજુ એવા ઘણા બધા ઉદાહરણો મળી શકે છે. આ મારો પેહલો લેખ છે એટલે ગુજરાતી પ્રતિભા ની વાત જરૂર કરીશ. એવા જ એક સાચા અને પાક્કા ગુજરાતી એટલે ધ્વનિત ઠાકર.(એક જ દેશમાં અલગ અલગ પ્રાંત/રાજ્ય ની વાત કરવી એ રાષ્ટ્રભાવના ની એકદમ વિરુદ્ધ કહી શકાય પણ આ