ખોફનાક ગેમ - 8 - 2

(79)
  • 3.7k
  • 5
  • 1.6k

અચાનક વિચિત્ર કદાવર દેહવાળા આદમીને જોઇ જંગલીઓ અચંબામાં પડી ગયા. પ્રલયના સશક્ત દેહ, લપકારા મારતી આગના પ્રકાશમાં રક્તવર્ણે ચમકી રહ્યો હતો. તેના માંસલ ભર્યા બાવડા હાથીના પગ જેવા મજબૂત દેખાતાં હતાં. જાણે આકાશમાંથી કોઇ દેવ સાક્ષાત ધરતી પર ઊતરી આવ્યા હોય તેવા દેખાઇ રહ્યા હતા. કબીલાના સરદારની આંખો ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ તેનો કાળો ત્રાંબાવર્ણો ચહેરો ક્રોધથી તમતમતો હતો. તેમણે પ્રલય તરફ આંગળી ચીંધી જોરથી ચીસ નાખી.