અસમંજસ - 3

(27)
  • 3.4k
  • 1
  • 1.3k

ચેતન ભાઈ અને ઇલાબહેન પાસે કોઈ શબ્દ ન હતાં પોતાના બાળકને સાંત્વના આપવી કે ઠપકો આપવો કે સહજ સ્વીકાર કરવો જે સહજ થવું અઘરું હતું. પણ ખૂબ જ સમજદારી પૂર્વક આખી પરિસ્થતિ સંભાળી લીધી. ઇલાબહેન ને ઈશારો કર્યો અને જાણે સામન્ય વાતો હોય તેમ જ ઇલાબહેન બોલ્યાં ભાઈ પૂરી હવાઈ જાય એ પહેલાં જમી લ્યો ને વાતો તો થયાં રાખશે. માધવ ને નવાઈ લાગી કે આટલું સહજ રીતે તેનાં માતાપિતા વર્તન કરે છે. બધા જમવા બેઠાં માધવ થી રહેવાતું ન હતું સહજ વર્તન અસહજ લાગતું હતું. કોઈ માતા પિતા આવડી મોટી વાત જાણી આટલું સામાન્ય વર્તન તો ન જ કરે