બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.''હં', મેં કહ્યું.મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ઓફિસબોય ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે જોયું તો એક કાળા રંગનું બોક્સ હતું, જેનાં ઉપર વિચિત્ર અક્ષરે મારું નામ લખેલું હતું, - To Monika George.અજીબ લાગ્યું પરંતુ કામની ડેડલાઈનને પહોંચી વળવા મેં એના પર બહુ ધ્યાન ન આપ્યું. બોક્સને બાજુ પર મૂકી ફરીથી એક્સલ શીટમાં માથું ઘુસાડી દીધું.બપોરે લંચ પતાવીને ત્યાંજ બેઠાં-બેઠાં ફરી એક વખત મમ્મીને ફોન કરી જોયો, પરંતુ હજુ પણ ફોન સ્વીચઓફ જ બતાવતો હતો.'કેમ ઉદાસ બેઠી છે?', મારા ઓફિસના કલીગ શ્યામે પૂછ્યું. 'યાર, જો ને