? આરતીસોની ? પ્રકરણ : 7 ❣️કૂબો સ્નેહનો❣️ પ્રિન્સિપાલ સાહેબે કંચનને કોઈ કરણસર ઑફિસમાં બોલાવી હતી. ક્યા કારણોસર બોલાવી હતી એ વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન બીતી બીતી ઑફિસમાં ગઈ તો ખરી કે જે થશે જોયું જશે. પણ એને જે ભીતી સેવાઈ રહી હતી એવું જ થયું. હવે આગળ જોઈએ.. સઘડી સંઘર્ષની..... એક તો વિરાજની ફી નહોતી ભરી શકી અને ઉપરથી વિરાજને શહેરમાં ભણવા જવા માટે ઉછીની રકમ કંચનના ગળામાં ડૂમો બનીને બાજી ગઈ હતી. એટલે મનોમન ભારોભાર પસ્તાવા સાથે તરડાયેલા સ્વરે કંચન બે હાથ જોડીને બોલી, "હમણાં ફીની રકમ એકઠી કરી ભરી દઉં છું, સાહેબ.." "કંચન બેન તમારા