બોટ કિનારા સાથે અથડાઇ એ જ સેકન્ડ પ્રલય, કદમ સૌએ જમ્પ મારી હતી. જમ્પ મારતાં સૌ અધ્ધર ઊછળ્યા હતા અને પછી ટાપુની ધરતી પર ફેંકાયા. તેઓની ચેતના લુપ્ત થઇ ગઇ. નીચે ધરતી પર પછડાવાથી ગંભીર ઇજાઓ પણ થઇ હતી. શરીરમાં છોલાવાથી ચારે તરફ લોહી નીકળી રહ્યું હતું. ડેનિયલનું માથું ફાટી ગયું હતું. ડેનિયલનું સોનું પણ દરિયામાં અને ટાપુની ધરતી પર વિખરાઇ ગયું. કોણ જીવિત છે, કોણ ગંભીર ઘાયલ છે, કોઇને કાંઇ જ ખબર ન હતી. સૌ બેભાન હાલતમાં પડ્યા હતા. ભયાનક મોતનું તાંડવ જોવા માટે તે ભયાનક ટાવુ પર કોઇ જ હાજર ન હતું.