અભિનંદન:એક પ્રેમ કહાની-29 રીમા સીધી જ દવાઓના રૂમ પાસે ગઈ અને તેને ત્યાં સામે વિમળાબેન મળે છે. તેણે તરત જ તેને રોકતા કહ્યું વિમળાબેન તમારા લોકોથી કોઈ દવા તૂટી ગઈ છે? યા અજાણતા કોઈ નુકસાન થયું છે? ત્યારે વિમળાબેન બોલી ના મેડમ. અમે લોકોએ બહુ જ ધ્યાન રાખીને બધી જ દવાનો સ્ટોક બહાર કાઢ્યો છે.દવાને આ વખતે કોઈ પણ જાતનું નુકસાન આવ્યું નથી. અને એવું હોય તો અમે તમને કહ્યા વગર થોડા રહીએ? અમને પણ ખબર છે તમારે તમારા સ્ટોકમાં લખવાનું હોય છે.? ત્યારે રીમા બોલી બહુ જ છુપાવવાની કરવાની કોશિશ ન કરો. મારા બેન જે પણ કંઈ નુકસાન થયું