વન્સ અપોન અ ટાઈમ - 81

(103)
  • 6.3k
  • 8
  • 4.1k

દિલ્હીમાં રોમેશ શર્માના ભવ્ય બંગલોમાં ટેલિફોન રણકી ઊઠ્યો. રોમેશ શર્માના એક પઠ્ઠાએ ફોન ઉપાડ્યો અને પૂછ્યું, “હલ્લો કૌન બોલ રહા હૈ...” સામેથી કહેવાયું કે રોમેશ શર્માની સાથે વાત કરવી છે. “રોમેશ બાબુ તો ઘરમેં નાહીં હૈ...” રોમેશના પઠ્ઠાએ કહ્યું. સામેનો માણસે ઉશ્કેરાઈને કશુંક કહ્યું. એ અંગ્રેજીમાં ગાલી કાહે બકતા હૈ, કહીને તેણે બિહારી હિંદીમાં વજનદાર ગાળ આપી. સામે જ બેઠેલા રોમેશ શર્માએ એને પૂછ્યું “કૌન હૈ ?”