વન્સ અપોન અ ટાઈમ - 80

(109)
  • 7.8k
  • 8
  • 4.6k

પપ્પુ ટકલાની ગાડી આડે પાટે ચડી ગઇ હોય એવું અમને લાગ્યું. એણે કદાચ અમારી આંખમાં આ ભાવ વાંચીને કહ્યું, ‘આપણે રાજકારણીઓની ટાંટિયાખેંચની વાત નથી કરવી,. પણ અંડરવર્લ્ડ સાથે રાજકારણીઓનો કેવો ઘરોબો હોય છે અને એમ છતાં તેઓ સમાજમાં કેવી પ્રતિષ્ઠાથી જીવી શકતા હોય છે એની વાત તમારે વાચકો સુધી પહોંચાડવી જોઈએ એવું મને લાગે છે એટલે હુ આ બધું કહી રહ્યો છું.” વળી એણે ફાઇવફાઇવફાઇવનો ઊંડો કશ લઇને મૂળ ટ્રેક પર આવતાં કહ્યું, ‘કલ્પનાથ રાયને કાનૂની સકંજામાં ફસાવી દેનારા સુભાષસિંહ ઠાકુરને મુંબઇની સેશન્સ કોર્ટે જે.જે. શૂટઆઉટ કેસમાં જનમટીપની સજા ફટકારી હતી.