ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૬મીતલ ઠક્કર* કેટલીક વસ્તુઓ લાંબા સમય સુધી સાચવવા તેને ફ્રિઝમાં રાખવાથી બગડી જાય છે. એટલે એવી વસ્તુઓને ફ્રિઝમાં રાખવાનું ટાળવું. બટાકાને ફ્રિઝમાં રાખવાથી તે વધારે મીઠા થઇ જાય છે. ફ્રિઝમાં ભેજને કારણે ડુંગળી ખરાબ થઇ જાય છે. કોફીને ફ્રિઝમાં રાખવાથી તેની સુગંધ ઊડી જાય છે અને બેસ્વાદ લાગે છે. મધને પણ ફ્રિઝને બદલે સામાન્ય તાપમાને રાખવું યોગ્ય છે.* પ્લાસ્ટિકના વાસણોનો આજકાલ વધુ ઉપયોગ થાય છે ત્યારે તેના પર પડતા ડાઘ અને તેમાંથી આવતી વાસ દૂર કરવાનો ઉપાય જાણી લો. એ માટે તમે બેકિંગ સોડાનો સહારો લઇ શકો છો. એક બાલદીમાં ૩ ચમચી બેકિંગ સોડા લઇ તેને ગરમ