મન મોહના - ૨૪

(164)
  • 4.6k
  • 7
  • 2k

નિમેશ બરોબરનો ભીડાઈ ગયો હતો. પોતાને બચાવવા માટે એ ભરપૂર પ્રયાસ કરી રહ્યો હતો. આખરે ઢીંગલીને રોકવાની કોશિષ કરી, શેતાન સામે પોતાની તાકાત અજમાવી નિમેશ હવે થાકી ગયો હતો. જો કોઈ મદદ ના મળે તો વધારે ટકી શકવું મુશ્કેલ હતું. બરોબર એ જ વખતે ભરત ત્યાં આવી પહોંચેલો. બે ચાર પળ તો એ આ ઝપાઝપી, નિમેશ અને ઢીંગલીની લડાઈ, જોઈ જ રહેલો. શું ચાલી રહ્યું છે એ સમજતા એને થોડીવાર લાગેલી પછી એણેય નિમેશની મદદ કરી હતી અને એ ઢીંગલીને દુર કરી હતી.બંને દોસ્તોના હાથમાં એ ઢીંગલી બળપૂર્વક પકડેલી હતી. એ છૂટી જવા માટે પૂરી તાકાત લગાવી રહી હતી એના