ખોફનાક ગેમ - 6 - 4

(82)
  • 3.5k
  • 4
  • 1.5k

પ્રલયે નીચે નજર ફેરવી. તે ચમકી ગયો. કદમા પગ પાસે કાંઈ સાપ જેવું જળચર ચોંટેલું હતું અને કદમના પગ પર વીંટોળા લેતું પગના ઉપરના ભાગ તરફ આગળ વધી રહ્યું હતું. “પ્રલય... પ્રલય... આ શું છે...?” કોઈ વસ્તુ મારા બંને પગને જકડી રહી છે. નીચા નમી હાથ-પગ પાસે લઈ જઈ દહેશતથી ધ્રૂજતા અવાજે કદમ બોલ્યો.” બેબાકળો બનેલ કદમ કાંઈ કરે તે પહેલાં તે ફર્શ પર ઊથલી પડ્યો. તેના પગ પર જકડાયેલ તે જળચરનો પંજો તેના પગને વીંટાળતો તેના કમર સુધી પહોંચી ગયો હતો.