માથાભારે નાથો - 19

(72)
  • 4.2k
  • 5
  • 1.7k

રમેશ આજે ખૂબ જ ખુશ હતો. મુંબઈ જઈને જામી ગયેલા રાઘવે ફરીવાર પૈસા મોકલ્યા હતા. અને મુંબઈ આવવાનું આમંત્રણ પણ ! મુંબઈ જોવાની ઈચ્છા હવે પુરી થવાની હતી. મગન અને નાથો સાંજે રૂમ પર આવ્યા એટલે રમેશે મુંબઈ જવાની વાત કરી."તારો ભાઈબંધ છે..તું જા ભાઈ..અમારે નથી આવવું.."મગને કડવાશથી કહ્યું."યાર, હવે ક્યાં સુધી તારે એ પડિકાની કાણ કરવાની છે..?બિચારો પ્રેમથી બોલાવે છે તો તને શું વાંધો છે..''નાથાએ ખિજાઇને કહ્યું. પછી રમેશને ઉદ્દેશીને બોલ્યો," હાલ, ઇ ભલે અત્યારે ના પડતો..આપણે જશું..બોલ ક્યારે જવાનું છે ?'' "આવતા શનિ રવીમાં ઉપડવી...રેલવે સ્ટેશનેથી ટ્રેન મળશે..."રમેશ ઉત્સાહિત થઈને બોલ્યો."ટ્રેન રેલવે સ્ટેશનથી જ મળે..ઇ કાંઈ તારી આ રચના