સબંધની સમજણ - ૧

(43)
  • 5k
  • 3
  • 2.6k

નેહા નાનપણથી જ બધીજ વાતની ચીવટ રાખતી હતી. કોઈ પણ કામ કરે પણ એને પુરતા ધગશથી પાર પાડતી હતી. એના કામમાં ક્યારેય કઈ કહેવા પણું રહેતું નહીં. નેહાના પરિવારમાં તેના માતાપિતા, તેનાથી નાની એક બેન, એક ભાઈ એમ નાનો પરિવાર હતો.અભ્યાસ પૂરો કર્યા બાદ એના લગ્ન એક સુખી અને સુશીલ પરિવારના એકના એક પુત્ર સાથે થયા હતા.નેહાના પતિનું નામ મિલન હતું. મિલન આયુર્વેદિક ડૉક્ટર બનીને સાવરકુંડલા પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતો હતો. નેહાના સાસરે એના સાસુસસરા, કાકાજી સસરા અને ૨ નણંદ હતા. મોટા નણંદના લગ્ન થઈ ગયા હતા. આમ સાસરું પણ નાના પરિવાર વારુ જ હતું. આથી નેહા ખુશખુશાલ જિંદગી જીવી