અસમંજસ - 1

(17)
  • 5k
  • 5
  • 1.6k

આજે સ્કૂલમાં નિબંધ લખવાની સ્પર્ધા હતી. નિબંધનો વિષય હતો. "મનગમતું રમકડું" માધવ કે જે ચેતન ભાઈ અને ઇલા બેનનો એકનો એક દીકરો જે સાતમાં ધોરણમાં ભણતો હતો. તેણે ઘરે આવી તેનાં મમ્મી પપ્પા ને કહ્યું કે " મમ્મી પપ્પા આજે અમારે અચાનક નિબંધ લખવાની સ્પર્ધા હતી. મનગમતું રમકડું અને મમ્મી મને ખબર નથી પડતી કે મને મારી ઢીંગલી બહુ ગમે છે એમાં ખોટું શું છે ?" માધવની ઢીંગલી, માધવને એ ઢીંગલી બહુ જ ગમતી નાનપણથી તે ઢીંગલી સાથે વાતો કરતો , બોલતા નહોતું આવડતું ત્યારે કાલીઘેલી ભાષામાં પણ તે તે ઢીંગલી સાથે રમતો હતો. આમ તો આ ઢીંગલી ઈલાબેન નાના